‘ખુદા હાફિઝ’ એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોયે કહ્યું, ‘અમે ઉઝ્બેકિસ્તાનમાં -7 ડિગ્રી ટેમ્પરેચરમાં શૂટિંગ કર્યું, વિદ્યુતની સલાહથી મારી જિંદગી બદલાઈ ગઈ’
14 ઓગસ્ટથી વિદ્યુત જામવાલ સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ ‘ખુદા હાફિઝ’ ડિઝ્ની+હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ શિવાલિકા ઓબેરોય દેખાશે. તેણે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘યે સાલી આશિકી’થી બોલિવૂડમાં કરિયરની શરૂઆત કરી હતી. શિવાલિકાએ દિવ્ય ભાસ્કર સાથે પોતાની અપકમિંગ ફિલ્મ સાથે જોડાયેલી ઘણા રસપ્રદ કિસ્સા કહ્યા.
પ્રશ્ન: અસિસ્ટન્ટ ડિરેક્ટરમાંથી કેમેરા સામે આવવાની ઈચ્છા ક્યારે થઇ?
શિવાલિકા: હું હંમેશાં એક્ટિંગ કરવા માગતી હતી, પરંતુ મારી ફેમિલીમાં આ ફિલ્ડ સાથે કોઈ જોડાયેલા નથી. આથી હું હાઉસફુલ 3 અને કિક જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર બની અને ત્યારબાદ ઓડિશન આપવામાં ચાલુ કર્યા. ગયા વર્ષે મને મારી પ્રથમ ફિલ્મ મળી. અસિસ્ટન્ટ તરીકે કામ કર્યા પછી મને ફિલ્મ મેકિંગ વિશે ઘણી બધી માહિતી ખબર પડી. હું જે પણ શીખી તે બધું હવે એક્ટિંગમાં નિભાવી રહી છું.
પ્રશ્ન: તમારા રોલ વિશે કહો, પોતાને કેવી રીતે તૈયાર કર્યા?
શિવાલિકા: આ ફિલ્મમાં મેં નરગિસ નામની મુસ્લિમ મહિલાનો રોલ પ્લે કર્યો છે અને તેને બચાવવા માટે તેના પતિ વિદ્યુત જામવાલ પોતાનો જીવ જોખમમાં નાખી દે છે. મારો રોલ એકદમ સરળ મહિલાનો છે કે આંખોથી પણ વાત કરી લે છે.
પ્રશ્ન: શૂટિંગ દરમિયાન કઈ વસ્તુ ચેલેન્જિંગ રહી અને શેમાં સૌથી વધારે મજા આવી?
શિવાલિકા: મને યાદ છે કે, અમે ઉઝ્બેકિસ્તાનમાં શૂટિંગ કરાવા ગયા હતા, શરૂઆતમાં ત્યાં તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ હતું અને ધીમે-ધીમે તે માઈનસમાં જતું રહ્યું. -7 ડિગ્રીમાં શૂટિંગ કરવું ઘણું કપરું હતું. બધા લોકો ઠંડીનો સામનો કરી રહ્યા હતા કારણ કે અમે મુંબઈમાં રહીએ છીએ અને ત્યાં ઘણી ગરમી હોય છે. પણ ઠંડા વાતાવરણમાં શૂટિંગ કરવાની મજા પણ આવી. મેં આખી ટીમને ઠંડીમાં પણ જોશ સાથે કામ કરતા જોઈ.
પ્રશ્ન: બોલિવૂડમાં તમને કોની ફિલ્મ સૌથી વધારે પ્રેરણા આપે છે?
શિવાલિકા: મને આયુષ્માન ખુરાનાની જર્ની ઘણી પ્રેરણા આપે છે. તેઓ ઘણા અલગ-અલગ અને સુંદર રોલ પ્લે કરે છે. સાથે જ મને દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ અને શ્રદ્ધા કપૂર પણ ગમે છે. મને લાગે છે કે શ્રદ્ધા એક ફુલ પેકેજ છે. તે સિંગિંગ કે ડાન્સિંગ કે એક્ટિંગને સારો ન્યાય આપે છે. આલિયાની ફિલ્મોની ચોઈસ મને ગમે છે.
પ્રશ્ન: વિદ્યુત જામવાલ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? તેમણે સેટ પર શું સલાહ આપી?
શિવાલિકા: વિદ્યુત માત્ર સારા એક્શન હીરો જ નથી પણ એક સારા વ્યક્તિ પણ છે. સેર પર અમે હંમેશાં વાતચીત કરતા રહીએ છીએ. તે ફિટનેસ કે ખાવાની હોઈ શકે છે. મને યાદ છે કે જ્યારે હું કોઈ સીન આપતી હતી અને તે એમને પસંદ આવતો હતો તો એ એક લાઈન બોલતા, ‘સ્ટાર હજુ કેટલું સારું કરીશ તું !’ તેમણે મને ફિટનેસને લઇને પણ સલાહ આપી કે હું મારી જિંદગીમાં યોગને સ્થાન આપું અને સાચું કહું તો લોકડાઉનમાં મેં યોગ કરવાના શરુ કરી દીધા છે. યોગે મારી જિંદગી બદલી નાખી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
No comments