Featured Video

Breaking News

લતા મંગેશકરના રાખડી ભાઈ મદન મોહનની રસપ્રદ કહાની: મદને તેમની દરેક ફિલ્મોમાં લતાને જ ગીત ગાવાનું વચન આપ્યું હતું, મૃત્યુ પછી પણ આ વચન નિભાવ્યું


રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનો દિવસ. આ દિવસ પર ઘણી બોલિવૂડ ફિલ્મો અને સોન્ગ ફેમસ છે. માત્ર ફિલ્મો અને ગીતો જ નહિ પણ બોલિવૂડમાં ઘણી ભાઈ-બહેનની જોડી પણ ફેમસ છે. આવિ જ એક જોડી છે સ્વરકોકિલા લતા મંગેશકર અને સંગીતકાર મદન મોહન. મદન મોહન લતાના રાખી ભાઈ હતા. તેમણે બહેનને વચન આપ્યું હતું કે, તેમની દરેક ફિલ્મોમાં લતાજી જ ગીત ગાશે. રક્ષાબંધનના અવસર પર આ ભાઈ-બહેનની કહાની જાણીએ...

આ રીતે ભાઈ-બહેન બન્યાં
લતા અને મદનની ભાઈ-બહેન બનવાની સ્ટોરી ઘણી રસપ્રદ છે. તે દિવસે રક્ષાબંધન હતી. મદન મોહન દુઃખી હતા કારણ કે તેમની પ્રથમ ફિલ્મમાં લતા મંગેશકર એક પણ ગીત ગાઈ નહિ શકે. મદન મોહન લતાને તેમનાં ઘરે લઇ ગયા. ત્યાં તેમણે એક રાખડી લતાને આપી અને કહ્યું-આજે રક્ષાબંધન છે. આ લે અને મારા હાથ પર બાંધી દે.

ત્યારબાદ મદન મોહને લતાજીને કહ્યું કે, ‘જ્યારે આપણે પ્રથમ વખત મળ્યા હતાં ત્યારે આપણે ભાઈ-બહેનની ગીત ગાયું હતું. આજથી તું મારી નાની બહેન અને હું તારો મદન ભાઈ. હું તને વચન આપું છું કે, આજથી તું તારા ભાઈની દરેક ફિલ્મોમાં ગીત ગાઇશ.’

મૃત્યુ પછી પણ વચન પૂરું કર્યું
યતીન્દ્ર નાથ મિશ્ર દ્વારા લખાયેલી 'લતા સુર ગાથા'મા આ વાક્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લતાને જે વચન આપ્યું હતું તે મદન મોહનના મૃત્યુ પછી પણ પૂરું કરવામાં આવ્યું. હકીકતમાં, 2004 માં જ્યારે વીરજારા ફિલ્મમાં મદન મોહનના કમ્પોઝિશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે ફિલ્મના તમામ ગીત લતા મંગેશકરે ગાયાં હતાં અને દર વખતની જેમ, ભાઈ-બહેનોની આ જોડીએ ગીતોની રચના કરી.

લતાજી હંમેશા મદનભાઈને યાદ કરે છે
લતા મંગેશકરે ગયા મહિને મદન મોહનની પુણ્યતિથિ પર એક ઈમોશનલ ટ્વીટ કરીને તેમને યાદ કર્યા હતા. લતાજીએ એક ગીત શેર કરતાં લખ્યું હતું, કેટલાક લોકો જલ્દી આ દુનિયા છોડીને જતા રહે છે પરંતુ તમારી પાસે હંમેશાં રહે છે. આવી જ રીતે મદન ભાઈ તેમના બાળકોની સાથે અને મારી સાથે હંમેશાં રહે છે. આજે તેમની પુણ્યતિથિ પર હું તેમને નમ્ર અભિવાદન કરું છું.

તે ઉપરાંત, 25 જૂને, મદન મોહનની જન્મજયંતિ પર પણ લતાજીએ તેમના ફોટોની સાથે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતુ- આજે મહાન સંગીતકાર અને મારા રાખડી ભાઈ મદન મોહનજીની જન્મજયંતી છે. હું તેમને કોટિ કોટિ વંદન કરું છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rakshabandhan Special: Lata Mangeshkar And Her Rakhi Brother Music Composer Madan Mohan Interesting Story

No comments